જિલ્લા રોજગાર કચેરીએ નોંધાયેલા એકમોએ ઈ.આર.-૧ પત્રક તથા ખાલી જગ્યાઓની જાણ કરવી, ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માહિતી પહોંચાડવી ફરજિયાત
ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) જિલ્લામા આવેલ તમામ એકમો/કંપની/સંસ્થાઓને સૂચિત કરવામા આવે છે કે, ફરજિયાત ખાલી જગ્યાઓની જાણ કાયદા-૧૯૫૯ (Compulsory Notification of Vacancies Act- 1959) ના સુચારુ અને કડક અમલીકરણ કરવા નિયમ મુજબ ઈ.આર.-૧ પત્રક તથા ખાલી જગ્યાઓ
જિલ્લા રોજગાર કચેરીએ નોંધાયેલા એકમોએ ઈ.આર.-૧ પત્રક તથા ખાલી જગ્યાઓની જાણ કરવી, ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માહિતી પહોંચાડવી ફરજિયાત


ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) જિલ્લામા આવેલ તમામ એકમો/કંપની/સંસ્થાઓને સૂચિત કરવામા આવે છે કે, ફરજિયાત ખાલી જગ્યાઓની જાણ કાયદા-૧૯૫૯ (Compulsory Notification of Vacancies Act- 1959) ના સુચારુ અને કડક અમલીકરણ કરવા નિયમ મુજબ ઈ.આર.-૧ પત્રક તથા ખાલી જગ્યાઓની જાણ બાબત સી.એન.વી. ફોર્મ સમય મર્યાદામાં મોકલવાના હોય છે.

તમામ એકમોએ તેમના એકમમાં રહેલી ખાલી જગ્યાઓની જાણ, ભરતી કરતા પહેલા સમયમર્યાદામાં સી.એન.વી. ફોર્મ દ્વારા જાણ કરવા તેમજ તેમના એકમમાં રહેલ રોજગારી લગત ત્રિમાસિક માર્ચ-૨૦૨૬ અંતિત ઈ.આર-૧ માહિતી જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીને મોકલી આપવા જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમારની અખબારી યાદીમા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande