જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 25 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટરએ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને ૨૬ જે
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં


જૂનાગઢ 25 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટરએ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને ૨૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા સ્વચ્છતા, ગટર, રસ્તાઓ, દબાણો, વિવિધ યોજનાઓ, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતી, અને પેન્ડિંગ રહેલ અરજીઓ વગેરે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરએ સબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, નિવાસી અધિક ક્લેકટર બી.એસ. બારડ સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande