ટીબી મુક્ત ભારતનું આહવાન: સૌ મળીને લઈએ જવાબદારી, રાખીએ આરોગ્યનું ધ્યાન.
બોટાદ, 24 માર્ચ (હિ.સ.)“હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ! દેશોના નેતૃત્વમાં, લોકો દ્વારા” જેવી પ્રેરણાદાયક થીમ સાથે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે સરકાર સાથે સાથે સમાજના દરેક વ્યક્તિની ભ
ટીબી


બોટાદ, 24 માર્ચ (હિ.સ.)“હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ! દેશોના નેતૃત્વમાં, લોકો દ્વારા” જેવી પ્રેરણાદાયક થીમ સાથે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે સરકાર સાથે સાથે સમાજના દરેક વ્યક્તિની ભાગીદારી જરૂરી બની છે. “ટીબી મુક્ત ભારતનું આહવાન, રાખીએ સૌ આપણું ધ્યાન” સૂત્રને સાર્થક કરવા માટે વિવિધ આરોગ્ય વિભાગો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

બોટાદ જિલ્લાના ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળામાં કુલ ૨૧૭૧ ટીબીના દર્દીઓને યોગ્ય સારવાર આપી તેમને સ્વસ્થ બનાવવામાં આવ્યા છે. સમયસર નિદાન અને નિયમિત દવાઓના સેવનથી ટીબી સંપૂર્ણપણે સાજી થઈ શકે છે તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

“ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત બોટાદ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પણ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વર્ષ ૨૦૨૩માં ૯૧ ગ્રામપંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૪માં ૯૦ ગ્રામ પંચાયતો આ અભિયાનમાં સફળ રહી હતી. આ સાથે વર્ષ ૨૦૨૫માં ૧૩૩ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાતા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ નોંધાઈ છે.

આ સફળતા પાછળ આરોગ્ય કર્મચારીઓની મહેનત, સમયસર સ્ક્રીનિંગ, દર્દીઓની દેખરેખ અને જનજાગૃતિનો મહત્વનો ફાળો રહ્યો છે. ટીબી અંગેના ભ્રમો દૂર કરીને લોકોમાં જાગૃતિ લાવવી આજના સમયની જરૂરિયાત છે.સંપૂર્ણ ટીબી મુક્ત ભારત બનાવવા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જરૂરી છે. સમયસર તપાસ, યોગ્ય સારવાર અને સાવચેતી દ્વારા આપણે આ બીમારીને હરાવી શકીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande