વલસાડ રેલવે ગોડાઉનમાં કેબલના જથ્થામાં આગ
વલસાડ, 24 માર્ચ (હિ.સ.): વલસાડના રેલવે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો હતો. ગોડાઉનમાં સંગ્રહિત કેબલ વાયર સળગતા આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દૂર સુધી ઘેરો ધુમાડો દેખાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આ
Valsad


વલસાડ, 24 માર્ચ (હિ.સ.): વલસાડના રેલવે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો હતો. ગોડાઉનમાં સંગ્રહિત કેબલ વાયર સળગતા આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દૂર સુધી ઘેરો ધુમાડો દેખાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું.

ફાયર વિભાગની ચાર ટીમોએ સંયુક્ત પ્રયાસો કરીને ખૂબ જ ઓછી સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની નજીક ગેસ લાઇન પસાર થતી હોવાથી સાવચેતીના ભાગરૂપે એક ફાયર ટેન્ડરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે અધિકારીઓએ જણાવ્યું કે આગના ચોક્કસ કારણ અંગે હજી તપાસ ચાલુ છે. સદભાગ્યે, બાજુમાં આવેલી ગેસ લાઇનને કોઈ નુકસાન થયું નથી.

સ્થાનિક પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ ગોડાઉન આસપાસ પીવીસી પાઈપ અને ડ્રમ જેવા જ્વલનશીલ સામાન પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ વધુ ભયાનક બની હોઈ શકે છે. છતાં, ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે મોટી નુકસાનથી બચી શકાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande