નકલી નોટો કૌભાંડી યોગ ગુરુ પ્રદીપ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ
- એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) ગત 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિ
Fake note scam Yoga guru Pradeep


- એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો

અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) ગત 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે.જેમાં આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ ગુરુ પ્રદીપ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે અનેક મોટા ખુલાસા થયા હતાં. પ્રદીપે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી નોટો છાપવાની કાવતરું 6 મહિના અગાઉ ઘડ્યું હતું. પોતાના આર્થિક ફાયદા માટે પ્રદીપે અશોક માવાણી નામના આરોપીના ઘરે તમામને સાથે રાખીને મિટિંગ કરી હતી. પ્રદીપે નકલી નોટો છાપીને જે નફો થાય તેમાં 50 ટકા નફો લેવાનું નક્કી કર્યું હતું જ્યારે બાકીનો 50 ટકા નફો અન્ય આરોપીને સરખે ભાગે વેચી દેવાનો હતો.

આરોપીઓએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે એક લાખની અસલી નોટો સામે ત્રણ લાખની નકલી નોટો આપવાની હતી. જેથી 33% નફો થાય. આરોપીઓ પાસેથી 2.48 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. જોકે આરોપીઓએ 10થી 12 લાખ રૂપિયાની નકલી નોટો વેચી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ પ્રદીપ ગુરુના મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે ટ્રસ્ટનું એકાઉન્ટ ચાર વર્ષથી એક્ટિવ નથી. પ્રદીપ ગુરુ દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હતો અને તેનો ઉપયોગ પણ પર્સનલ કામ માટે કરતો હતો. પ્રદીપે ગાડીમાં આયુષ મંત્રાલય લખાવ્યું હતું તેની કલમ પણ ઉમેરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande