ભાવનગરમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત બદલ ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી
ભાવનગર,24 માર્ચ (હિ.સ.) ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં બાર કાઉન્સિલના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ નીક
ભાવનગરમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત બદલ ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી


ભાવનગર,24 માર્ચ (હિ.સ.) ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં બાર કાઉન્સિલના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું તે દરમ્યાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે.

ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા.

કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande