
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં શહિદચોક વિસ્તારમાંથી કારને લઈ પસાર થતા યુવાનની કાર પર બે શખ્સોએ પથ્થર મારો કરી નુકશાન કરવા ઉપરાંત યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોરબંદરના ખારવાવાડમા રહેતો દિવ્યેશ મુકેશ કાંટલીયા નામનો યુવાન પોતાના મિત્ર સાથે કારનં-GJ-01-RG-6218 લઈ, શહિદ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન જીત હરિશ શિયાળ અને અશિષ ઉર્ફે ટકો મસાણી નામના બે શખ્સોએ કાર રોકાવી પથ્થર મારો કરી અને કારને નુકશાન કર્યુ હતુ ત્યાર બાદ બન્ને શખ્સોએ દિવ્યેશને મોઢા પર ઘુસ્તો મારી ઈજા પહોંચાડી હતી અને ફરી અહિંથી કાર લઈને નિકળીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya