જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૭ માર્ચના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા જિલ્લા રોજગાર કચેરી બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા. ૨૭ માર્ચના રોજ સવારે ૧૦-૩૦ કલાકે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે. જેમાં સમન્વય મલ્ટિસ્પ
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૭ માર્ચના ભરતી મેળો યોજાશે


જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા જિલ્લા રોજગાર કચેરી બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા. ૨૭ માર્ચના રોજ સવારે ૧૦-૩૦ કલાકે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે. જેમાં સમન્વય મલ્ટિસ્પેસીયાલિટી હોસ્પિટલ, ઓમ કાર્સ પ્રા.લી. તથા પરફેક્ટ ઓટો સર્વિસ પ્રા.લી જૂનાગઢ વિગેરે નોકરીદાતાઓ હાજર રહેવાના છે.

જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે કોઇપણ વિધ્યાશાખાના સ્નાતક, B.Sc.-નર્સીંગ, GNM, B.Pharm કે મેડિકલ ઓફિસર માટે MBBS/BHMS/BAMS શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૨૧ વર્ષ થી ૩૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande