માળિયા હાટીના તાલુકાના ૫૭ ગામો ને 'ટીબી મુક્ત ગ્રામ પંચાયત' જાહેર પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.) જૂનાગઢ,તા. ૨૪ સમગ્ર વિશ્વમાં ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે માળિયા હાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ
માળિયા હાટીના તાલુકાના ૫૭ ગામો ને 'ટીબી મુક્ત ગ્રામ પંચાયત' જાહેર  પ્રમાણપત્ર આપી


જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.)

જૂનાગઢ,તા. ૨૪ સમગ્ર વિશ્વમાં ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે માળિયા હાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે તાલુકાના કુલ ૬૮ ગામોમાંથી ૫૭ ગામોને (૮૩.૮૨%) ‘ટીબી મુક્ત ગ્રામ પંચાયત’ તરીકે જાહેર કરીને મહાનુભાવોના હસ્તે સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં આગેવાનો સાથે મુલાકાત, ટી.બી. દર્દીઓને ન્યુટ્રીશન પોષણ કીટ વિતરણ, તેમજ પ્રચાર પસાર કામગીરી કરવામાં આવી હતી. તેમજ ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંતર્ગત માળીયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) હેઠળના ગામોમાં આવતા અમરાપુર પીએચસીના ૧૬, ખોરાસા પીએચસીના ૧૧ , ગડુ પીએચસીના ૧૧ , જુથળ પીએચસીના ૦૮ , કુકસવાડા પીએચસી ના ૦૬, ભંડુરી પીએચસી ના ૦૫ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ૨૩ ગ્રામ પંચાયતો ને ગોલ્ડ, ૩૧ ગ્રામ પંચાયતો ને સીલ્વર અને ૩ ગ્રામ પંચાયતો ને બ્રોન્જ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરી જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડો. સાલ્વી , જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડો. વ્યાસ તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડો. ડાભી ના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

માળિયા તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મામલતદાર માળિયા કે.કે. વાળા, તાલુકા વિકાસ અધિકારી ખેર , તાલુકા હેલ્થ ઓફીસર ડો. ડાભી (THO), તાલુકા હેલ્થ સુપરવાઈઝર (TMPHS) મીતેષભાઇ કછોટ, તથા ભંડુરી PHC ના મેડિકલ ઓફિસર ડો.સ્વપ્ના ભરડા સહિત ના આરોગ્ય કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં માળીયા હાટીના ગ્રામ પંચાયત નાં સરપંચ જીતુભાઈ સિસોદિયાને ટી.બી. મુક્ત ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા

આ પ્રસંગે માળીયા તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફ થી લઇ આશા બહેનો સુધીની મહેનતને બિરદાવવામાં આવી હતી. આગામી સમયમાં સમગ્ર માળિયા હાટીના તાલુકો ક્ષય મુક્ત બને તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande