
જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.) ધોરણ ૧ થી ૧૨ માં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટરોને સમાવેશી શિક્ષણમાં આવેલા નવા આયામો તેમજ નવીનતમ પ્રણાલીઓ વિશે મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લાના ૯૦ જેટલા સ્પેશિયલ એજ્યુકેટરોને સમાવેશી શિક્ષણ અંગેની ખાસ નવીનતમ તાલીમ આપવામાં આવી હતી. જૂનાગઢના બી.આર.સી ભવન જૂનાગઢ ગ્રામ્ય ખાતે તારીખ ૨૩ અને ૨૪ માર્ચ એમ કુલ બે દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા શિક્ષણધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં યોજાયેલ આ તાલીમમાં બદલાતા સમય અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી દિવ્યાંગ બાળકોને કઈ રીતે પ્રશિક્ષિત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન માસ્ટર દ્વારા આપવામાં આવ્યું હતુ. દિવ્યાંગ બાળકોના શિક્ષકોને થિયરીકલ તેમજ પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા આઈઈડી કોર્ડીનેટર ગોપાલભાઈ પંડ્યા તેમજ બીઆરસી કોર્ડીનેટર સુરેશભાઈ મેવાડાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ