ઘરેથી બનાવેલી વસ્તુઓથી આત્મનિર્ભર બની કેસર સાવનાની
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતી કેસર ગૌતમકુમાર સાવનાની છેલ્લા 5 વર્ષથી સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. માત્ર 12મા ધોરણ સુધી અભ્યાસ હોવા છતાં તેમણે પોતાના કુકિંગના શોખને વ્યવસાયમાં ફેરવી
ઘરેથી બનાવેલી વસ્તુઓથી આત્મનિર્ભર બની કેસરબેન સાવનાની


ઘરેથી બનાવેલી વસ્તુઓથી આત્મનિર્ભર બની કેસરબેન સાવનાની


મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતી કેસર ગૌતમકુમાર સાવનાની છેલ્લા 5 વર્ષથી સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. માત્ર 12મા ધોરણ સુધી અભ્યાસ હોવા છતાં તેમણે પોતાના કુકિંગના શોખને વ્યવસાયમાં ફેરવી સફળતા મેળવી છે.

42 વર્ષીય કેસરબેન ઘરે જ અડદના પાપડ, અડદની વળી તેમજ વિવિધ પ્રકારના પાપડ બનાવે છે. સાથે સાથે ગુલાબ, મેંગો, ડ્રાયફ્રૂટ અને રાજભોગ ઠંડાઈ જેવા શરબત પણ તૈયાર કરે છે, જે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. તેમની બનાવટમાં ઘરેલું સ્વાદ અને સ્વચ્છતા મુખ્ય વિશેષતા છે.

શરૂઆતમાં પડકારો હોવા છતાં તેમણે ધીરજ અને મહેનતથી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો. સ્વદેશી મેળાઓમાં ભાગ લઈને તેમણે પોતાના ઉત્પાદનોને વધુ લોકો સુધી પહોંચાડ્યા, જેના કારણે દર મહિને અંદાજે 10 થી 20,000 રૂપિયાનું વેચાણ થાય છે.

હાલ તેઓ ઓર્ડર આધારે ઘરેથી પણ વેચાણ કરે છે અને ગુણવત્તા જાળવી રાખીને આગળ વધી રહ્યા છે. કેસરબેનની સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે કે ઘર બેઠા પણ આત્મનિર્ભર બની શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande