મહેસાણા જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત 100 દિવસીય ઝુંબેશનો પ્રારંભ
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ હેઠળ 100 દિવસીય વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિન અને મ્યુનિસિપલ કમિશનર રવિન્
મહેસાણા જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત 100 દિવસીય ઝુંબેશનો પ્રારંભ


મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ હેઠળ 100 દિવસીય વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિન અને મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ દ્વારા આ ઝુંબેશને લીલી ઝંડી અપાઈ હતી.

આ અભિયાન હેઠળ જિલ્લાના તમામ ગામો, વોર્ડ અને શહેરી વિસ્તારોમાં ટીબીના દર્દીઓની સક્રિય શોધ, સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરાશે. ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં જાગૃતિ ફેલાવી મહેસાણાને ટીબી મુક્ત બનાવવા છે.

આ 100 દિવસીય અભિયાનમાં મોબાઇલ મેડિકલ યુનિટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં X-Ray અને NAAT ટેસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર્દીઓના BP, BMI અને બ્લડ સુગરની તપાસ પણ કરવામાં આવશે. “નિક્ષય મિત્ર” પહેલ હેઠળ દર્દીઓને પોષણ સહાય અને માનસિક સપોર્ટ પણ આપવામાં આવશે.

આ અભિયાનમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, NGO અને CSRના સહયોગથી વધુમાં વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande