વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બોટાદમાં જનજાગૃતિ રેલીનું આયોજન.
બોટાદ,24 માર્ચ (હિ.સ.)24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર તથા આરોગ્ય વિભાગ બોટાદ દ્વારા ક્ષયરોગ (ટીબી) અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર પરંતુ સારવારયોગ્ય બ
ટીબી


બોટાદ,24 માર્ચ (હિ.સ.)24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર તથા આરોગ્ય વિભાગ બોટાદ દ્વારા ક્ષયરોગ (ટીબી) અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર પરંતુ સારવારયોગ્ય બીમારી અંગે લોકોને માહિતગાર કરવો અને સમયસર સારવાર લેવા પ્રોત્સાહિત કરવો હતો.

રેલીનું પ્રસ્થાન તાલુકા હેલ્થ ઓફિસ બોટાદ ખાતે થી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય CDHO મેડમશ્રી, DTO સાહેબશ્રી તેમજ THO સાહેબશ્રી દ્વારા લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

રેલી દરમિયાન ભાગ લેનારોએ હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ્સ ધારણ કરીને “ટીબી હારશે, દેશ જીતશે”, “સમયસર સારવાર – ટીબીથી મુક્તિ” જેવા સંદેશાઓ આપ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતી આ રેલી દ્વારા લોકોમાં ક્ષયરોગના લક્ષણો, સારવાર અને નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી.

ટીબી સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે અને સરકાર દ્વારા મફત સારવાર તેમજ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ.આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ વધે છે અને લોકો સ્વસ્થ જીવન તરફ આગળ વધે છે. બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ રેલી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande