

પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં 4 વર્ષ પૂર્વે ફરીયાદી તથા સાહેદોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી, છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા 4 વર્ષ થી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યો છે.પોરબંદરના કમલાબાગ પો.સ્ટે.માં ચાર વર્ષ પૂર્વે 2022માં એમ.જી.રોડ પર આવેલ કંસાર નામની હોટલના મીટીંગ હોલમાં આ કામના ફરિયાદી તથા સાહેદોનો ટેલીફોનીક સંપર્ક કરી મીટીંગમાં બોલાવી ફરિયાદી તથા સાહેદોને ધ રોયલ રેજીસ હોસ્પીટાલીટી નામની કંપનીના નામ પર ખોટી ઓળખ આપી. ખોટી સ્કીમ બનાવી ફરિયાદી તથા સાહેદોના ખોટા એગ્રીમેન્ટ બનાવી તેમા સહીઓ લઈ ક્રેડીટકાર્ટથી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદોની અલગ-અલગ રકમ મળી કુલ રૂા. 3,50,000/-ઓનલાઈન ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી હોવાનો ગુનો દાખલ થયો હતો. એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફને આ ગુનામાં લાલશાહી થી નાસતા ફરતા આરોપી અસ્ફાક અકબરશાહ દિવાન હાલ સુરત ખાતે હોવાની બાતમી મળતા બાતમીના આધારે ઉદયભાઈ વરૂ તથા મુકેશભાઈ માવદીયા તથા લક્ષ્મણભાઈ ઓડેદરાને સુરત ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી સુરત ભરીમાતા રોડ ફુલવાડી વોટર લીલી બિલ્ડીંગ પાસે નરમાવાલા કોટેજ ખાતેથી મળી આવતા આરોપીને વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઈ વિઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરુ, હેડ કોન્સ. સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા કોન્સ. નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ. જગમાલભાઈ ભારવાડીયા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya