
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ભગીરથસિહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી તથા અપહરણ તથા શરીર-મીલ્કત સબંધી ફરાર આરોપીઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન કિર્તીમંદીર પો.સ્ટે.માં મ્યુલ હન્ટ દરમિયાન નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપી શુભમકુમાર સુખબીરસિહ ભુજ ખાતે હોવાની બાતમી મળતા સ્થળ પર તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો જેથી તેને ઝડપી આગળની તપાસ માટે કિર્તીમંદીર પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવ્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ. એચ.કે. પરમાર તથા જે.આ૨.કટારા તથા પિયુષભાઈ બોદર તથા હરેશભાઈ સિસોદીયા તથા HC પિયુષભાઈ સીસોદીયા તથા કેશુભાઈ ગોરાણીયા તથા વજશીભાઇ વરૂ તથા જેતમલભાઈ મોઢવાડીયા તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા PC આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya