
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયેલા શખ્સને કુતિયાણામાંથી પોલીસે ઝડપી લીધો હતો. કુતિયાણા ખાતે રહેતા મીતશે ઉફેનીતશે વલ્લભભાઈ લીંબડ નામના શખ્સને કુતિયાણા મેજીસ્ટ્રેટે એક વર્ષ માટે જીલ્લામાંથી હદપાર કર્યો હતો. તેમ છતા આ શખ્સ કુતિયાણાના મામલતદાર ઓફિસ રોડ પરથી મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી તેમની સામે હદપારી ભંગનો ગુન્હો નોંધયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya