



પોરબંદર,24 માર્ચ (હિ.સ.)ભારતમાં દર વર્ષે 23 માર્ચનો દિવસ 'શહીદ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના યુવાન સ્વાતંત્રયસેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિ હોઈ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા પોરબંદર ખાતે પ્રતિમા સાફ સફાઈ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ. પોરબંદર માં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, વીર શહીદ નાગાજણ સિસોદિયાની પ્રતિમાઓની યુવા ભાજપ ના હોદેદારો કાર્યકરો એ સાફ સફાઈ કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, કપિલભાઈ કોટેચા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોષી, રવિભાઈ મોઢવાડિયા,ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya