
- દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવા જનભાગીદારી થકી વ્યાપક અભિયાન
ગાંધીનગર,24 માર્ચ (હિ.સ.) દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 'વંદે માતરમ @150 વર્ષ'ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી 23 થી 31 માર્ચ,2026 દરમિયાન કરવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, નગરપાલિકા,મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વંદે માતરમના સમૂહ ગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ,યુવાનો,સરકારી અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.
વધુમાં, દેશભક્તિનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે હેતુથી વિવિધ સ્થળોએ રેલી,પદયાત્રા અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ- દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વંદે માતરમ@150 વર્ષ બીજા તબક્કાના વિવિધ કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનો- નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સહભાગી થવા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ'ની બીજા તબક્કાની ઉજવણી,23 થી 31 માર્ચ,2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન
દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવા જનભાગીદારી થકી વ્યાપક અભિયાન
દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 'વંદે માતરમ @150 વર્ષ'ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી 23 થી 31 માર્ચ,2026 દરમિયાન કરવામાં આવશે.
જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, નગરપાલિકા,મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વંદે માતરમના સમૂહ ગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ,યુવાનો,સરકારી અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.
વધુમાં, દેશભક્તિનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે હેતુથી વિવિધ સ્થળોએ રેલી,પદયાત્રા અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે.
આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ- દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વંદે માતરમ@150 વર્ષ બીજા તબક્કાના વિવિધ કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનો- નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સહભાગી થવા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ