રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવી મતદારયાદી જાહેર,અમદાવાદમાં નાગરિકો એએમસી ઓફિસો ખાતે પોતાનું નામ તપાસી શકશે
અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સ્થાનિક મહાનગરપાલિકાની નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવી મતદારયાદી જાહેર


અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સ્થાનિક મહાનગરપાલિકાની નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા અલગ-અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે.

અમદાવાદ મહાનગરપાલિકાના ઈલે. વોર્ડ નં. 1થી 48ની વોર્ડવાર/ભાગવાર મૂળ મતદારયાદીઓ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મસ્ટર સ્ટેશન / સબ-ઝોનલ કચેરી / વોર્ડ ઓફિસ, ઝોનલ કચેરીઓ, મ્યુનિસિપલ કંટ્રોલરૂમ તથા મહાનગરપાલિકાના ઈલેક્શન વિભાગમાં વોર્ડ મુજબ જાહેર જનતાની જાણ માટે પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે. પ્રસિધ્ધ થયેલી મતદારયાદીમાં મતદારોએ પોતાનું નામ ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande