પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 25 માર્ચ (હિ.સ.)પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 16 વર્ષની પરંપરા મુજબ 26 અને 27 માર્ચ, 2026 દરમિયાન બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ જાણીતા કલાકારો દ્વારા
પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 25 માર્ચ (હિ.સ.)પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 16 વર્ષની પરંપરા મુજબ 26 અને 27 માર્ચ, 2026 દરમિયાન બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ જાણીતા કલાકારો દ્વારા ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જે સંગીતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

મહોત્સવના પ્રથમ દિવસે ગુરુવારે સાંજે 6:30થી રાત્રે 11:30 સુધી સાત ચરણોમાં વિવિધ પ્રસ્તુતિઓ યોજાશે. કાર્યક્રમની શરૂઆત દુર્ગાસ્ત્રોત ગાનથી થશે, ત્યારબાદ કથ્થક નૃત્ય, શાસ્ત્રીય ગાયન અને વાયોલિન વાદન જેવી કલાત્મક રજૂઆતો થશે. અંતિમ ચરણમાં પંડિત વિકાસ પરીખ દ્વારા શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે, જ્યારે સાંજે 5:00 વાગ્યે માતાજીની આરતી યોજાશે.

બીજા દિવસે શુક્રવારે સાંજે 7:00થી 11:00 સુધી ઉપશાસ્ત્રીય અને સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાશે, જેમાં પાટણના અનેક સ્થાનિક કલાકારો એક જ મંચ પર પોતાની કલા રજૂ કરશે. તબલા અને કી-બોર્ડની સંગતમાં આ કાર્યક્રમ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી સંગીતપ્રેમી જનતા આ ભવ્ય મહોત્સવનો આનંદ માણી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande