અમરેલી એસપી સંજય ખરાતનો સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન, 18 ફરિયાદીઓની અરજીઓ સાંભળી
અમરેલી, 25 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન એસપી દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ વ્યવસ્થા અને કાયદો-સુવ્યવસ્થા સંબંધ
અમરેલી એસપી સંજય ખરાતનો સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન, 18 ફરિયાદીઓની અરજીઓ સાંભળી


અમરેલી, 25 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન એસપી દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ વ્યવસ્થા અને કાયદો-સુવ્યવસ્થા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને મિલકત સંબંધિત અને વ્યાજ સંબંધિત મુદ્દાઓને લઇ કુલ 18 જેટલા ફરિયાદી ભાઈઓ અને બહેનોની અરજીઓ સાંભળવામાં આવી હતી. એસપી સંજય ખરાતે દરેક ફરિયાદીને ધીરજપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

ફરિયાદીઓએ પોતાની સમસ્યાઓ રજૂ કરતાં ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. એસપી દ્વારા પણ પારદર્શિતા અને ઝડપી નિકાલ માટે પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોલીસ સ્ટાફને ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને નાગરિકોને સહાયરૂપ બનવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ, પોલીસ સ્ટેશનમાં આવતી ફરિયાદોને પ્રાથમિકતા આપી સમયસર નિકાલ લાવવા ભાર મૂકાયો હતો. આ ઇન્સ્પેક્શનથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે અને પોલીસ પ્રત્યે સકારાત્મક સંદેશો પહોંચ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande