
પાટણ, 25 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં રામનવમી નિમિત્તે રામનવમી શોભાયાત્રા સમિતિ દ્વારા 24 માર્ચ, 2026ના રોજ ગોકુલ હોસ્પિટલ નજીક આવેલ રોકડીયા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 08:30 વાગ્યે શરૂ થયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે શાસ્ત્રી કપિલભાઈ એચ. દવે દ્વારા સુંદરકાંડનું સુમધુર ગાન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિભાવથી સહભાગી બની શ્રવણ કર્યું હતું. કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સમિતિ દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.
કાર્યક્રમના અંતે સમિતિ દ્વારા મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 26 માર્ચ, 2026ના રોજ સિદ્ધપુરમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે, જેના પૂર્વરૂપે આ ધાર્મિક કાર્યક્રમ ભક્તોમાં ઉત્સાહ વધારનાર સાબિત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ