એકતાનગર માત્ર એક પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ઉદાહરણ:ઉપમુખ્યમંત્રી ઓડિશા
રાજપીપળા,25 માર્ચ (હિ.સ.) ઓડિશાના ઉપ મુખ્યમંત્રી પ્રવતિ પરીદાએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાજંલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્ર
એકતાનગર  પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ઉદાહરણ ઉપમુખ્યમંત્રી ઓડિશા


એકતાનગર  પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ઉદાહરણ ઉપમુખ્યમંત્રી ઓડિશા


રાજપીપળા,25 માર્ચ (હિ.સ.) ઓડિશાના ઉપ મુખ્યમંત્રી પ્રવતિ પરીદાએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાજંલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો, પ્રતિમા નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકિકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની મુલાકાત લીધી હતી.

આ તકે, ઉપ મુખ્યમંત્રી પરીદાએ મુલાકાત પોથીમાં નોંધ્યુ હતુ કે, એકતા નગર આપણને સંદેશો આપે છે કે, મોદી હૈ તો મુમકીન હૈ, આપણી પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે આપણી એકતાનું પ્રતીક છે. વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને નજીકથી જોવા અને સ્પર્શ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા, તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરેક ભારતીય માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે.

તેમણે ખાસ કરીને એકતાનગરમાં ઉપલબ્ધ વિવિધ આકર્ષણો - જેમ કે પ્રોજેક્શન મેપિંગ શો, એકતા મોલ, નર્મદા મહાઆરતી સહિતના પ્રકલ્પોની પ્રશંસા કરી હતી. આ વેળાએ તેઓએ એકતા નગરને એક ભારત, શ્રેષ્ઠ ભારત ની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે કરવામાં આવેલા પ્રયાસો - જેમ કે પિંક ઈ-રિક્ષા અને મહિલા સ્વ-સહાય જૂથોના માધ્યમથી રોજગાર સર્જનની ભારોભાર પ્રશંસા કરી હતી.

ઓડિશાના ઉપ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં એકતાનગરના વિકસતા પર્યટન મોડેલનો વિગતવાર અને ઊંડાણપૂર્વક અભ્યાસ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આ અવસરે જિલ્લા કલેક્ટર સંજય મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ, અધિક કલેકટર સર્વ નારાયણ માધુ, ગોપાલ બામણીયા, દર્શક વિઠલાણી અને ગુજરાત પ્રવાસન નિગમના ખાસ ફરજ પરના અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉપ મુખ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande