અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ, પેસેન્જરોમાં દોડધામ
અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) ઉનાળામાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે. આજે અમદાવાદના સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. '' બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બન
શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ,પેસેન્જરોમાં દોડધામ


અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) ઉનાળામાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે. આજે અમદાવાદના સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. '

બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

શિવરંજની ચાર રસ્તા નજીક BRTS બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ જવા માટેની રોજની 100થી વધારે બસોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આજે બપોરના સમયે BRTS બસ સ્ટેન્ડમાં આવેલા કેબિનના ઉપરના ભાગે આગ લાગવાની ઘટના બની હતી. અચાનક જ કોઈપણ કારણોસર આગ લાગી હતી. જેના કારણે પેસેન્જર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

આગ લાગી હોવાના પગલે તાત્કાલિક ધોરણે લોકો બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા હતા. આગ લાગી તે સમયે બે બસો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરને ઉતારવા માટે ઊભી હતી. જોકે ત્યારે જ બસ સ્ટેન્ડનો દરવાજો ખુલ્યો નહોતો. જેના કારણે બે બસો બહાર નીકળી શકી નહોતી, પાછળ એક ઇલેક્ટ્રીક બસ આવતી હતી જેને ડ્રાઇવરે સમય સૂચકતાથી ઉભી રાખી અને પાછળ કરી દીધી હતી.

જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમેે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાંં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની તજવીજ કરવામાં આવી છે. BRTSની પણ ટીમ હાલમાં સ્થળ ઉપર જવા રવાના થઈ ચૂકી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande