એએમએ દ્રારા એસ્ટ્રોફિઝિસ્ટ ડૉ.એકતા શાહ દ્રારા હર સ્પેસ, હર સ્ટોરી વિષય પર સંબોધિત લેક્ચરનું આયોજન
અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “હર સ્પેસ, હર સ્ટોરી: વિમેન શેપીંગ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન થ્રુ લીડરશીપ, લર્નિંગ, એન્ડ લીગસી” વિષય પર શનિવાર, 28 માર્ચના રોજ સાંજે ડૉ.એકતા શાહ (એસ્ટ્રોફિઝિસ્ટ, ખગોળશાસ
એએમએ દ્રારા એસ્ટ્રોફિઝિસ્ટ ડૉ.એકતા શાહ દ્રારા હર સ્પેસ, હર સ્ટોરી વિષય પર સંબોધિત લેક્ચરનું આયોજન


અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “હર સ્પેસ, હર સ્ટોરી: વિમેન શેપીંગ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન થ્રુ લીડરશીપ, લર્નિંગ, એન્ડ લીગસી” વિષય પર શનિવાર, 28 માર્ચના રોજ સાંજે ડૉ.એકતા શાહ (એસ્ટ્રોફિઝિસ્ટ, ખગોળશાસ્ત્રી, ડેટા સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક રિસર્ચ મેન્ટર) દ્રારા સંબોધિત 16મા ડૉ.લલિતા અય્યર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ.એકતા શાહ જાણીતા એસ્ટ્રોફિઝિસ્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે,જે બ્રહ્માંડની પ્રારંભિક મોટા પાયાની સંરચનાઓના મેપિંગ માટે જાણીતા છે. છ નવી ગેલેક્સી પ્રોટોસ્ટ્રક્ચર્સની તેમની ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધ — જેનું નામ ભારતની છ ઇન્દ્રિયો: દ્રષ્ટિ, સુરભિ, સ્પર્શ, રુચિ, સ્મૃતિ અને શ્રવણ પરથી રાખવામાં આવ્યું છે — તેનો સંદર્ભ હવે યુએસએ અને યુરોપના સંશોધન જૂથો દ્રારા લેવામાં આવે છે.

આઈઆઈટી બોમ્બે અને રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી તાલીમ અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, ડેવિસ ખાતે પોસ્ટ ડોક્ટરલ સંશોધન સાથે, તેમણે નાસા-ફંડેડ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે અને તેઓ નાસા પીઅર-રિવ્યુ નિષ્ણાત તરીકે સેવા આપે છે. તેમના પ્રકાશનો ટોચના જર્નલ્સમાં સ્થાન પામ્યા છે, અને તેમણે ઇટાલી, નેધરલેન્ડ, આઇસલેન્ડ અને અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રેઝન્ટેશન આપ્યા છે. તેમના સન્માનોમાં એનઆરજી –સ્પેટ રત્ન એવોર્ડ ૨૦૨૫ અને નેશનલ ગ્રેજ્યુએટ ફિઝિક્સ એક્ઝામિનેશનમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

'ડૉ. લલિતા અય્યર- એએમએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ વિમેન' પી.વી.આર.એન. અય્યર (એએમએના ભૂતપૂર્વ પ્રમુખ)ના પત્ની ડૉ. લલિતા અય્યરની યાદમાં સમર્પિત છે. ડૉ. અય્યર મહિલાઓના સશક્તિકરણ અને વ્યક્તિગત વિકાસ માટેના પ્રખર હિમાયતી હતા. આ વાર્ષિક મેમોરિયલ લેક્ચર તેમના વારસાને આગળ ધપાવે છે, જેમાં તેમના સંબંધિત ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ પાડનાર પ્રખ્યાત વક્તાઓ ભાગ લે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande