સાવરકુંડલા પોલીસની સફળ કામગીરી, મોટરસાયકલ ચોરીના આરોપી મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો
અમરેલી,25 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભેરૂલાલ ભુરીયાને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મ
સાવરકુંડલા પોલીસની સફળ કામગીરી, મોટરસાયકલ ચોરીના આરોપી મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો


અમરેલી,25 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભેરૂલાલ ભુરીયાને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સાવરકુંડલા વિસ્તારમાંથી થોડા સમય પહેલાં એક મોટરસાયકલ ચોરીની ઘટના બની હતી, જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે આરોપીની ઓળખ મેળવી તેને પકડવા માટે ખાસ ટીમ રચવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી મધ્યપ્રદેશમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી અને સફળતાપૂર્વક ભેરૂલાલ ભુરીયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરાયેલ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીને કસ્ટડીમાં લઇ આગળની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વધુ ગુનાઓ સાથે તેની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાવરકુંડલા પોલીસની આ કામગીરીને લઇ સ્થાનિકોમાં પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande