ભાવનગર માર્કેટિંગ યાર્ડ 31 માર્ચ સુધી બંધ, 1 એપ્રિલથી ફરી શરૂ થશે.
ભાવનગર ,26 માર્ચ (હિ.સ.)ભાવનગર ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા તહેવારો તેમજ માર્ચ મહિનાના અંતિમ હિસાબી કામોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડને આગામી તારીખ 31 માર્ચ સ
ભાવનગર માર્કેટિંગ યાર્ડ 31 માર્ચ સુધી બંધ, 1 એપ્રિલથી ફરી શરૂ થશે.


ભાવનગર ,26 માર્ચ (હિ.સ.)ભાવનગર ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા તહેવારો તેમજ માર્ચ મહિનાના અંતિમ હિસાબી કામોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડને આગામી તારીખ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તેમજ ડુંગળી જેવી કૃષિ ઉપજની જાહેર હરાજી પર તાત્કાલિક અસર પડશે.

આ નિર્ણય મુજબ યાર્ડ કુલ છ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. દરમિયાન, તમામ પ્રકારની આવક-જાવક અને હરાજી પ્રક્રિયા સ્થગિત રહેશે. જો કે, શાકભાજી વિભાગનું કામકાજ યથાવત રાખવામાં આવશે, જેથી રોજબરોજની જરૂરિયાતોને કોઈ વિક્ષેપ ન પડે અને ગ્રાહકોને તાજી શાકભાજી મળી રહે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી બજાર સમિતિ દ્વારા ખેડૂત ભાઈઓ, વેપારીઓ તેમજ વાહન માલિકોને અપીલ કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન પોતાની કૃષિ ઉપજ વેચાણ માટે યાર્ડમાં ન લાવે. યાર્ડ બંધ હોવાને કારણે કોઈપણ પ્રકારની ખરીદી-વેચાણ પ્રક્રિયા શક્ય નહીં હોય, તેથી અનાવશ્યક અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે.

સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર તાત્કાલિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને ખેડૂતો તથા વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને જ અમલમાં મૂકવામાં આવ્યો છે. યાર્ડમાં ફરીથી વ્યવહારિક પ્રવૃત્તિઓ આગામી તારીખ 1 એપ્રિલથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ રીતે ભાવનગર માર્કેટિંગ યાર્ડના આ તાત્કાલિક બંધથી થોડો સમય માટે હરાજી પ્રક્રિયામાં વિરામ આવશે, પરંતુ આયોજનબદ્ધ રીતે કાર્ય પૂર્ણ થયા બાદ યાર્ડ ફરીથી પૂર્વવત ગતિએ કાર્યરત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande