પોરબંદરના કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો શુભારંભ કરાયો
પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : પોરબંદરમાં મુખ્યમંત્રીએ 4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હરિયાળા વિ
4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો  શુભારંભ કરાયો.


4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો  શુભારંભ કરાયો.


4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો  શુભારંભ કરાયો.


4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો  શુભારંભ કરાયો.


4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનો  શુભારંભ કરાયો.


પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : પોરબંદરમાં મુખ્યમંત્રીએ 4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલ ડેવલોપમેન્ટ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હરિયાળા વિસ્તારોના સર્વાંગી વિકાસ અને નાગરિકોને ઉત્તમ મનોરંજન તેમજ આરામદાયક પરિસર ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 4.94 કરોડના ખર્ચે કમલાબાગ તથા પેરેડાઈઝ સર્કલના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધિવત્ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કમલાબાગ ગાર્ડન ડેવલોપમેન્ટ માટે રૂ. 2.74 કરોડના ખર્ચે વિશાળ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ બાગનું આધુનિકીકરણ કરી લેન્ડસ્કેપિંગ, સુવ્યવસ્થિત વોકવે, આકર્ષક લાઈટિંગ વ્યવસ્થા, બેસવાની સુવિધાઓ તથા નાગરિકોને અનુકૂળ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. વધુમાં યોગા એરીયા, પેબલ સ્ટોન પાથવે, આકર્ષક ફુવારા, ગઝેબો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેના પરિણામે નાગરિકોને આરામદાયક અને સ્વસ્થ પર્યાવરણમાં સમય વિતાવવાની ઉત્તમ તક મળશે. તેમજ પેરેડાઈઝ સર્કલનું વિકાસ કાર્ય રૂ. 1.94 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત આધુનિક લાઈટિંગ, સુશોભિત ફુવારા, ગઝેબો તથા શહેરની સુંદરતામાં વધારો કરે તેવી ડિઝાઈન સાથે સર્કલ પુનઃવિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શહેરના આકર્ષણમાં વધારો કરી પર્યટન અને નાગરિક સુવિધાઓ બંને માટે ઉપયોગી સાબિત થશે.

રાજ્યના મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કામોની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ પોરબંદર શહેરમાં હરિયાળો માહોલ મજબૂત બનશે તેમજ નાગરિકોને આધુનિક અને સુવિધાસભર જાહેર સ્થળોનો લાભ મળશે, જે શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande