નામદાર કોર્ટે દ્વારા દાંતા મહારાજાની અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટ અને હક માટે કરાયેલ અરજી, નામંજૂર કરી ફગાવી દેવામાં આવી
અંબાજી, 26 માર્ચ (હિ.સ.)અરજદાર શ્રી દાંતા મહારાણા દ્વારા અંબાજી મંદિરમાં હક આપવા તેમજ મંદિરના વહીવટનો હિસાબ તથા માલિકી આપવા અંગે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. નામદાર કોર્ટ દ્વારા દાંતા મહારાજા દ્વારા કરેલ કેસની અરજી ના મંજૂર કરી ₹50,000
NAMDAR KORTE RAJA NI ARJI FAGAVI


NAMDAR KORTE RAJA NI ARJI FAGAVI


અંબાજી, 26 માર્ચ (હિ.સ.)અરજદાર શ્રી દાંતા મહારાણા દ્વારા અંબાજી મંદિરમાં હક આપવા તેમજ મંદિરના વહીવટનો હિસાબ તથા માલિકી આપવા અંગે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. નામદાર કોર્ટ દ્વારા દાંતા મહારાજા દ્વારા કરેલ કેસની અરજી ના મંજૂર કરી ₹50,000 દંડની કાર્યવાહી કરી કોર્ટમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા તા. ૩૦/૦૬/૨૦૨૨ ના હુકમથી દાંતા મહારાજાને આદેશ કર્યો હતો જેના અનુસંધાને દાંતા મહારાજા દ્વારા કોર્ટ કેસ કરવામાં આવેલ હતો.અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટ અને સંચાલનની માલિકીના દાવા માટે દાંતા મહારાણાશ્રી દ્વારા કોર્ટ કેસ કરવામાં આવેલ.

દાંતા મહારાણા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ કે કેશના અંતિમ નિર્ણય સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓએ એજન્ટોને આ મિલકત વેચવા ટ્રાન્સફર કરવા કે કોઈ રીતે હસ્તાંતર કરવા માટે કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવે...મંદિર અને સંબંધીત મિલકતમાંથી મળેલ તમામ આવક નફો લાભ અને ચઢાવા નો સચોટ અને સંપૂર્ણ હિસાબ આપે.હિસાબ લેવામાં આવ્યા પછી રકમ બાકી નીકળે તે મંદિર ટ્રસ્ટ દ્વારા અરજદારને ચૂકવવાનો આદેશ આપવામાં આવે.કેસ ચાલી રહ્યો તે દરમિયાન ફાઈનલ નિર્ણય સુધી કોર્ટ કોઈ યોગ્ય વ્યક્તિની અથવા કોઈ કોર્ટ રીસીવર નિયુક્ત કરે જેને મંદિર અને મિલકતનું સંચાલન સોંપવામાં આવે.કેશના અંતિમ નિર્ણય સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓએ એજન્ટોને આ મિલકત વેચવા ટ્રાન્સફર કરવા કે કોઈ રીતે હસ્તાંતર કરવા માટે કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવે.નામદાર કોર્ટે દ્વારા 30 6 2022 ના ચુકાદા થી દાવા અરજી ના મંજૂર કરી ₹50,000 દંડની કાર્યવાહી કરી કોર્ટમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા આદેશ કર્યો જે મુજબ ₹50,000 ડિપોઝીટ તરીકે નામદાર કોર્ટમાં જમા કરાવેલ છે તે ચુકાદાથી નારાજ થઈ તેઓએ નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ પાલનપુરની કોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી દાદ માંગેલ છે. નામદાર કોર્ટે દ્વારા દાંતા મહારાજાની અરજી નામંજૂર કરી અંબાજી મંદિર ટ્રસ્ટની તરફેણમાં કાયદાકીય ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande