
ભાવનગર, 26 માર્ચ (હિ.સ.) : હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે નાનો મોટો વ્યવસાય શરૂ કરીને આત્મ નિર્ભર બની રહ્યા છે. ખાસ કરીને જોઈએ તો મહિલાઓ સ્વ સહાય જો તને બહેનો સાથે જોડાઈને અથવા તો સખી મંડળ સાથે જોડાઈને મહિલાઓ સહાય કે લોન મેળવી નાનો મોટો વ્યવસાય શરૂ કરવા લાગ્યા છે. જેમાં ઘરેથી તૈયાર થતા ખાખરા, ભરતગુંથણ, સિલાઈ કામ, સાબુ બનાવવા વગેરે વ્યવસાય થકી મહિલાઓ આત્મ નિર્ભર બની આવક મેળવતા થયા છે.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા રજનીબેન બાંભણિયા જેવો અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા પરંતુ ધીરે ધીરે તેઓએ જોયું કે મહિલાઓ સખીમંડળ અને સ્વ સહાય જોડ ની બહેનો સાથે જોડાઈને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. જેથી તેઓએ પણ આ પ્રકારનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હાલ આ મહિલા મરચા, હળદર, ધાણાજીરું વગેરે નો પાવડર તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે સાથે સાથે છાશ નો મસાલો અને અલગ અલગ ધાન્ય પાકોનો દળી તેનો લોટ તૈયાર કરી પોતાના પેકિંગો કરીને મુંબઈ સુધી તેનો વેચાણ કરી રહ્યા છે.
આ અંગે રજનીબેન બાભણીયાએ જણાવ્યું કે અગાઉ હું ફક્ત ઘરકામ જ કરતી હતી પરંતુ હાલ જોઈએ તો અનેક મહિલાઓ પોતાનો અલગ અલગ વ્યવસાય શરૂ કરીને તેમાંથી સારી એવી આવક મેળવી આત્મ નિર્ભર બની રહ્યા છે જેથી મેં પણ આ નાનો મોટો વ્યવસાયની શરૂઆત કરી હતી. હાલ અમે પોતાના ઘરના જ અલગ અલગ પ્રકારના મસાલાના પેકિંગો તૈયાર કરીને તેનું જુદા જુદા શહેરો સુધી વેચાણ કરી રહ્યા છીએ. તેની સાથે સાથે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ વગેરે પણ અમે તૈયાર રાખીને અમારા પેકિંગો કરી તેનું વેચાણ કરી રહ્યા છીએ.
સાથે સાથે ખાસ કરીને સ્પેશિયલ છાસ માટે પણ મસાલો તૈયાર કરીએ છીએ. હાલ હું ખાસ મરચું, હળદર અને ધાણાજીરૂ વધુ પેકિંગ કરી તેનું વધુ વેચાણ થઈ રહ્યું છે અમે જે પેકિંગો તૈયાર કરીએ છીએ તેની કિંમત 700 સુધીનો રહેલો છે અલગ અલગ વજન ના અલગ અલગ ભાવો રહેલા છે. મહુવા શહેર જ નહીં પરંતુ મુંબઈ સુધી પણ અમે આ મસાલાનું વેચાણ કરી રહ્યા છીએ જેનું વેચાણ કરીને મહિને 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT