લીલીયા મોટા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસની મીટીંગ મળી
અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : લીલીયા મોટાના જલારામ મંદિર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, તળાજાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રભા
લીલીયા મોટા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસની મીટીંગ મળી


અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : લીલીયા મોટાના જલારામ મંદિર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, તળાજાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રભારી કનુભાઈ બારૈયા તેમજ પી.એમ ખેની ગારીયાધાર કોંગ્રેસના અગ્રણી સહિત લીલીયા તાલુકાના 37 ગામના કોંગ્રેસ આગેવાનો વિશાળ સંખ્યા માં હાજર રહેલ.

આ તકે પરેશભાઈ ધાનાણી દ્વારા ચૂંટણીલક્ષી તમામ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ આવનાર તાલુકા પંચાયતની શીટ દીઠ સંકલન સમિતિ રચના કરવા જણાવેલ સાથે સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ ભાજપના આગેવાનોના અહંકારને કારણે ભાજપના સુપડા સાફ થશે તેવું પરેશભાઈ ધાનાણી એ જણાવેલ ત્યારબાદ પી.એમ.ખેની દ્વારા જણાવેલ કે દેશની આઝાદીમાં કોંગ્રેસની ભૂમિકા તેમજ કોંગ્રેસ દ્વારા દેશના વિકાસની વણઝાર અને કોંગ્રેસના આગેવાનોના ઇતિહાસની વાત આ તકે કરેલ તેમજ ભાજપ ઉપર આક્રમક પ્રહારો કરેલ. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ ભાજપ પર આકરા પ્રહાર કરી આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીને લઇ માર્ગદર્શક આપેલ ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે તેમની આગવી શેલીમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરેલ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે કાર્યકરોને ખાસ માર્ગદર્શન આપેલ તેમજ તમામ શીટ વાઈઝ બેઠક કરીને કાર્યકરોને પ્રોત્સાહન પૂરું પાડેલ. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, જીવરાજભાઈ પરમાર, વિજયભાઈ કોગથીયા, ખોડાભાઈ માલવિયા વગેરે એ પ્રાસંગિક પ્રવચન કરી તમામ કાર્યકર્તાઓમાં જોશ ભરેલ હતો લીલીયા તાલુકાના કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં આ તકે ઉપસ્થિત રહેલ અને આગામી તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી જીતાડવા માટે કાર્યકરો એ જોશભેર સંકલ્પ કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande