ભાવનગર જિલ્લામાં રહેતા પશુપાલક જીતી ચુક્યા છે શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ.
ભાવનગર,28 માર્ચ (હિ.સ.) હાલ જોઈએ તો દિવસેને દિવસે પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ખાસ કરીને પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે જેના થકી પશુપાલકો
એવોર્ડ


પશુપાલન


ભાવનગર,28 માર્ચ (હિ.સ.) હાલ જોઈએ તો દિવસેને દિવસે પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ખાસ કરીને પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે જેના થકી પશુપાલકો સરળતાથી પોતાનો પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે જેથી કરીને પોતાના ખેતરમાં પશુઓ માટેનો ખાસ ચારો તૈયાર કરી શકાય અને ખર્ચમાં ઘટાડો કરી શકાય.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં રહેતા ભીલ જગદીશભાઈ તેઓના પિતા છગનભાઈએ પશુપાલનના વ્યવસાય ની શરૂઆત કરી હતી તેઓ પરંપરાગત રીતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ ખેતીની સાથે સાથે અનેક લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોય જેથી તેઓએ પણ પશુપાલનના વ્યવસાયની બે ભેંસો સાથે શરૂઆત કરી હતી હાલ તેઓ પાસે નાની મોટી 10 જેટલી ભેંસો રહેલી છે તેઓએ પશુઓને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ બાબતો અને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા તેઓને મહુવા તાલુકામાં બીજા ક્રમાંકે શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ છગનભાઈ ભીલ ને આપવામાં આવ્યો છે.

આ અંગે ભીલ જગદીશ છગનભાઈએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે પરંપરાગત રીતે જોડાયેલા છીએ પરંતુ ખેતીની સાથે સાથે જો પશુપાલનનો વ્યવસાય શરૂ કરવામાં આવે તો તેમાં ફાયદો થતો હોય છે જેથી મારા પિતાએ બે ભેસોની ખરીદી કરી આ પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. હાલ અમારી પાસે 10 જેટલી નાની મોટી ભેંસો રહેલી છે. હાલ ત્રણથી ચાર ભેંસ દૂધ આપે છે જેના થકી પંદર લીટર જેટલું એક ટાઈમ નું દૂધ થાય છે જ્યારે બંને ટાઈમનું મળીને 30 થી 35 લીટર જેટલું દૂધ હાલ રોજના માટે થઈ રહ્યું છે.

અમે પશુઓ માટે રહેઠાણ થી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ તો ઉપર પતરા નો શેડ કરવામાં આવ્યો છે અને ભેસો માટે ગમાણ, ઉનાળાની ઋતુમાં લુથી પશુઓને બચાવવા માટે ફોગર સિસ્ટમ, પંખા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સવારથી લઈને સાંજ સુધી પશુઓની યોગ્ય રીતે સાર સંભાળ રાખવામાં આવે છે. જેથી કરીને પશુઓનું આરોગ્ય સારું રહે અને તંદુરસ્ત રહે. હાલ તો અમારે દૂધનું વેચાણ થકી મહિને 30,000 કરતાં પણ વધુ ના દૂધ નું વેચાણ થઈ રહ્યું છે અમારે ખેતી કરની હોવાના કારણે ખર્ચ ઓછો લાગતો હોય છે. હાલમાં જ પશુપાલન વિભાગ દ્વારા મારા પિતાને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande