



પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદર તાલુકાનાં માધવપુર ઘેડમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાઈરહ્યો છે. રાત્રિના માધવરાયના નિજ મંદિરેથી પ્રથમ વર્ણાંગી નિકળી હતી. નિજ મંદિરેથી નિકળેલી વર્ધાંગીમાં માધવપુર ગ્રામજનો જોડાયા હતાં. માધવપુરની શેરી-ગલીઓમાં માધવ-માધવની ધૂન લાગી હતી સતત ત્રણ સુધી આ રીતે વર્ણાંગી નીકળશે બાદ વિવાહ ઉત્સવ યોજાશે
માધવનું માધવપુર માધવમય બન્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. રામનવમીનાં દિવસે ભગવાનની નિજ મંદિરેથી પ્રથમ વર્ણાગી નિકળી હતી. ત્યારબાદ દશમના દિવસે પણ નિજ મંદિરેથી માધવની વર્ધાંગીનીકળશે એજ રીતે માધવરાયની ત્રીજી વર્વાંગી નિકળશે. આ ત્રણ દિવસની વર્ણાંગીમાં નિજ મંદિરેથી માધવરાયને રથમાં બિરાજમાન કરાય છે. નોમથી અગિયારસ સુધી આ જ રીતે નિજ મંદિરેથી માધવની વરણાગી નીકળે છે અને ભાવિકો ઉત્સાહ સાથે માધવની વરણાગીમાં જોડાય છે. ત્યાંથી રાત્રિનાં 9 કલાકે નિજ મંદિરેથી માધવપુરની શેરી-ગલીઓમાં નિકળે છે. જેમ-જેમ વર્ણાગી આગળ નિકળે છે તેમ માધવપુરના ગ્રામજનો સ્વયંમ જોડાતા જાય છે અને સમગ્ર માધવપુરની શેરી-ગલીઓમાં રાસની રમઝટ બોલે છે. માધવપુરવાસીઓ માધવરાયની વર્ણાંગીમાં રાસ રમતી વખતે માધવ...માધવ... નું નામ લે છે. તેમજ માધવરાયના રથ નજીક કિર્તનકારો લગ્નગીતો ગાય છે ત્રણ દિવસની વણાગી બાદ બારસનાં દિવસે કડછભાઈઓ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનાં જે મામેરીયાત કહેવાઈ છે તે કડછ ગામેથી ઉંટ, ગાડા, ઘોડા, ડીજેના તાલે પરંપરાગત રાસ રમતા-રમતા કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરે માધવચોકમાં આવશે.
માધવરાય મંદિરે ધ્વજા ચડાવશે અને માધવચોકમાં લોકો તલવારબાજી ઘોડાઓની કરામત, દોહાઓ વગેરેથી મંત્ર મુગ્ધ બનાવશે તા.30 માર્ચને સોમવારે ચૈત્ર સુદ બારસના દિવસે મધુવન જંગલમા ભગવાનના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામા આવશે માઘવુપરમા વિવાહ ઉત્સવને લઈ શ્રધ્ધાળુઓમા હરખની હેલી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya