
ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) યાત્રિયોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19016/19015 પોરબંદર–દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસની કોચ સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે, હાલ ચાલી રહેલી સેકન્ડ એસી કમ થર્ડ એસી (2AC cum 3AC) કોચના બદલે હવે અલગ-અલગ એક સેકન્ડ એસી (2AC) અને એક થર્ડ એસી (3AC) કોચ લગાવવામાં આવશે. આથી યાત્રિયોને વધુ સારી સુવિધા અને વધુ વિકલ્પો મળશે.આ સુધારેલી કોચ રચના નીચે મુજબ અમલમાં આવશે:
• ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 10 જૂન, 2026 થી
• ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 13 જૂન, 2026 થી
યાત્રિયોને વિનંતી છે કે, મુસાફરી પહેલાં ટ્રેનના સંચાલન અને કોચ સંરચનાની તાજી માહિતી NTES App, Indian Railwaysની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા રેલવે હેલ્પલાઇન નંબર 139 દ્વારા મેળવી લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ