માધવપુરના મેળામાં પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા મંત્રીના હસ્તે કાપડની થેલીનું વિતરણ.
પોરબંદર, 28 માર્ચ (હિ.સ.)માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ રાષ્ટ્રીયમેળાનો આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો હતો. માધવપુર મેળામાં વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મહાનુભાવોના હસ્તે હેન્ડી ક્રાફટ સ્ટ
માધવપુરના મેળામાં પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા મંત્રીના હસ્તે કાપડની થેલીનું વિતરણ.


માધવપુરના મેળામાં પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા મંત્રીના હસ્તે કાપડની થેલીનું વિતરણ.


પોરબંદર, 28 માર્ચ (હિ.સ.)માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ રાષ્ટ્રીયમેળાનો આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો હતો.

માધવપુર મેળામાં વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મહાનુભાવોના હસ્તે હેન્ડી ક્રાફટ સ્ટોલ ઉપર કાપડની થેલીનું વિતરણ કરી લોકોને હંમેશા માટે દૈનિક ધોરણે બજારમાં ખરીદી કરવા કાપડની થેલીનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ગામની પહેલને સાર્થક કરવા માટે જન ભાગીદારી મહત્વની છે.જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના વડપણ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ODF + મોડલ ગામ અને પ્લાસ્ટિક મુક્ત ગામના સંદેશ સાથેની કાપડની થેલીનું વિતરણ કરી માધવપુર ઘેડના મેળામાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા જાગૃત કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande