બેચરાજી ચૈત્રી પૂનમ મેળામાં ટ્રાફિક નિયંત્રણ માટે જાહેરનામું જાહેર
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) બેચરાજી ખાતે 31 માર્ચથી 02 એપ્રિલ દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત
બેચરાજી ચૈત્રી પૂનમ મેળામાં ટ્રાફિક નિયંત્રણ માટે જાહેરનામું જાહેર


મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) બેચરાજી ખાતે 31 માર્ચથી 02 એપ્રિલ દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે. જેગોડા દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ મેળાના મુખ્ય વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને ટ્રાફિકની ભીડ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામું 31 માર્ચના સવારે 08:00 કલાકથી અમલમાં આવશે અને 02 એપ્રિલની મધરાત સુધી લાગુ રહેશે.

વિવિધ દિશાઓમાંથી આવતા વાહનો માટે અલગ-અલગ પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. વિરમગામ, દેથલી, શંખલપુર અને હારીજ રોડ તરફથી આવતા યાત્રિકોને નિર્ધારિત સ્થળોએ વાહન પાર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.

આ વ્યવસ્થાનો કડક અમલ થાય તે માટે પોલીસ તંત્રને સત્તા સોંપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા આ આદેશનો ભંગ કરાશે તો ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande