મહેસાણા પંથકમાં પતિનો દગો: પત્નીને 10 લાખ આપી છૂટાછેડા લેવા દબાણ, મામલો પોલીસ સુધી પહોંચ્યો
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) મહેસાણા પંથકમાં પ્રેમલગ્ન બાદ પતિ દ્વારા પત્નીને દગો આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતિના જીવનમાં તિરાડ ત્યારે પડી જ્યારે પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો અને પત્ની પર ત્રાસ શરૂ કર્ય
મહેસાણા પંથકમાં પતિનો દગો: પત્નીને 10 લાખ આપી છૂટાછેડા લેવા દબાણ, મામલો પોલીસ સુધી પહોંચ્યો


મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) મહેસાણા પંથકમાં પ્રેમલગ્ન બાદ પતિ દ્વારા પત્નીને દગો આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતિના જીવનમાં તિરાડ ત્યારે પડી જ્યારે પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો અને પત્ની પર ત્રાસ શરૂ કર્યો.

માહિતી મુજબ, દંપતિના દસ વર્ષના દામ્પત્ય જીવનમાં પાંચ વર્ષની દીકરી પણ છે. શરૂઆતમાં સુખદ જીવન જીવી રહેલા પરિવાર પર અચાનક સંકટ તૂટી પડ્યું, જ્યારે પતિએ પોતાના જ સમાજની યુવતી સાથે સંબંધ બાંધ્યો. ત્યારબાદ પતિ અને સાસુએ મળીને પત્નીને ઘર છોડવા દબાણ કર્યું.

પત્નીને ‘10 લાખ રૂપિયા આપી છૂટાછેડા આપી દે’ એવી ઓફર સાથે ધમકીઓ આપવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન અને 112ની મદદ લીધી હતી.

અભયમ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કર્યું અને સાસરિયાઓને કાયદાનું ભાન કરાવ્યું, છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. અંતે મહિલાને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande