બેચરાજી ચૈત્રી પૂનમ મેળા માટે વિજ પુરવઠો સુનિશ્ચિત કરવા યુજીવીસીએલ સજ્જ
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) ચૈત્રી પૂનમના પાવન અવસરે બેચરાજી ખાતે યોજાનારા ભવ્ય લોકમેળા દરમિયાન અવિરત વિજ પુરવઠો જાળવી રાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. 31 માર્ચથી 02 એપ્રિલ સુધી લાખો શ્રદ
બેચરાજી ચૈત્રી પૂનમ મેળા માટે વિજ પુરવઠો સુનિશ્ચિત કરવા યુજીવીસીએલ સજ્જ


મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) ચૈત્રી પૂનમના પાવન અવસરે બેચરાજી ખાતે યોજાનારા ભવ્ય લોકમેળા દરમિયાન અવિરત વિજ પુરવઠો જાળવી રાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. 31 માર્ચથી 02 એપ્રિલ સુધી લાખો શ્રદ્ધાળુઓ બેચરાજી ખાતે ઉમટી પડવાના અનુમાનને ધ્યાનમાં રાખીને વીજ તંત્ર એલર્ટ મોડ પર મૂકાયું છે.

મેળા દરમિયાન બેચરાજી સબ સ્ટેશનથી નીકળતા 11 કેવી બેચરાજી, શંખલપુર અને યુવાળ ફીડર મારફતે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. સુરક્ષાને પ્રાથમિકતા આપતા તમામ ટ્રાન્સફોર્મર અને લાઈનોનું સમારકામ પૂર્વે જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને મંદિર સંકુલ માટે અલગ ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા કરવામાં આવી છે.

હંગામી દુકાનદારો અને સ્ટોલધારકોને સરળતાથી તાત્કાલિક વિજ જોડાણ મળી રહે તે માટે પણ પ્રક્રિયા સરળ બનાવાઈ છે. કોઈપણ ખામી સર્જાય તો તરત નિવારણ માટે 24 કલાક ટેકનિકલ સ્ટાફ અને વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત, કુલ 10 ટીમો અને લાઈન સ્ટાફને 11 મહત્વના સ્થળોએ તૈનાત કરી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે વિશેષ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande