વલસાડમાં ગેસના વધતા ભાવ સામે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
વલસાડ, 28 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને સપ્લાયની સમસ્યાને લઈને રાજકીય તણાવ વધ્યો છે. આ મુદ્દે ઇન્ડિયન યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં થોડા સમય માટે ગરમાવો જોવા મળ્યો હતો. પ્રદર્શન
Valsad


વલસાડ, 28 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને સપ્લાયની સમસ્યાને લઈને રાજકીય તણાવ વધ્યો છે. આ મુદ્દે ઇન્ડિયન યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં થોડા સમય માટે ગરમાવો જોવા મળ્યો હતો.

પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો ખાલી ગેસ સિલિન્ડર સાથે રેલી કાઢી અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા તેમણે મોંઘવારી અને ગેસની અછત અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. કાર્યકરોને અટકાવવાના પ્રયાસ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને સ્થિતિ તંગ બની, જેના પરિણામે ઝપાઝપી જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે કાર્યવાહી કરતાં અનેક કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવતાં તેમને દબાવવા માટે પોલીસનો સહારો લેવાઈ રહ્યો છે, જ્યારે ગેસના ભાવમાં વધારો લોકોને ભારે પડી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande