
પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડમાં યોજાતા લોકમેળાને કારણે સ્થાનિક વેપારીઓ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્થાનિક હોટલ સંચાલક જયદીપભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મેળાનું મોટા પાયે આયોજન કરવામાં આવતા અને કેન્દ્ર કક્ષાએ આ મેળાને ખ્યાતિ મળતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. અગાઉ એક નાનકડા ગામ તરીકે ઓળખાતું માધવપુર છેલ્લા 7-8 વર્ષોમાં ટુરિઝમ હબ તરીકે ઉભરી આવ્યું છે.
વધુમાં તેમણે સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે મેળા દરમિયાન ફ્રી બસ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે, જેના કારણે વધુને વધુ લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે. આ આયોજનથી સ્થાનિક હોટલ અને ખાણીપીણીના વ્યવસાયોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે. સ્થાનિક લોકોના મતે, માધવપુરનું નામ હવે ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે, જેનો સીધો લાભ અહીંના લોકલ પબ્લિકને મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya