સુરત રેલવે સ્ટેશન પર SOGની મોટી કાર્યવાહી: 8 કિલોથી વધુ ગાંજા સાથે પેડલર ઝડપાયો
સુરત, 28 માર્ચ (હિ.સ.): સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીમે આશરે 8 કિલોગ્રામથી વધુ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી તેના પાસેથી લાખો રૂપિય
Arrest


સુરત, 28 માર્ચ (હિ.સ.): સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીમે આશરે 8 કિલોગ્રામથી વધુ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી તેના પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશનથી શહેરમાં ચાલી રહેલા ડ્રગ્સ નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.

માહિતી મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક વ્યક્તિ મોટી માત્રામાં ગાંજો લઈને ટ્રેન મારફતે સુરત પહોંચવાનો છે. આ આધારે SOGની ટીમે સ્ટેશન પર ચુસ્ત વોચ ગોઠવી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખી. જેમ જ શંકાસ્પદ વ્યક્તિ પાર્સલ ઓફિસ નજીક દેખાયો, પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસને જોઈને આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક જવાનો દ્વારા તેને ઘેરીને ઝડપી લેવામાં આવ્યો. તેની પાસે રહેલી બેગની તપાસ કરતાં તેમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. બાદમાં એફએસએલની મદદથી ચકાસણી કરતાં કુલ 8.040 કિલોગ્રામ ગાંજો હોવાની પુષ્ટિ થઈ. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નૃશીમા સ્વાઇન તરીકે થઈ છે, જે પ્રાથમિક તપાસ મુજબ ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતો હતો.

પોલીસે આરોપી પાસેથી ગાંજાની સાથે મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી છે, જેની કુલ કિંમત અંદાજે 4 લાખ રૂપિયાથી વધુ થાય છે. હાલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande