
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.)ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ, રીંગ રોડ ભાવનગર ખાતે યોજાયો હતો.આ તકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુનું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબીનેટ રાજ્ય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમ ભાઈ ચૌહાણ દ્વારા હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીને ભાવનગરની ઓળખ સમા મોતીકામથી બનાવેલ વિમાનની સ્મૃતિભેટ આપી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા કલેકટર શ્રી ડો. મનીષ કુમાર બંસલ, કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, સિવિલ એવિયેશન સેક્રેટરી શ્રી સમીર સિંહા, એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેનશ્રી વિપીનકુમાર,એરપોર્ટ ડાયરેક્ટરશ્રી તપનકુમાર નાયક, એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ શ્રી મનિષકુમાર અગ્રવાલ સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT