અંબાજીમાં જીણમાતાનો બીજો વાર્ષિકોત્સવ યોજાયો, વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી
અંબાજી, 29 માર્ચ (હિ.સ.) અંબાજીમાં આજે શ્રદ્ધા અને ઉમંગ સાથે જીણ માતાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રાજસ્થાનના જયપુર નજીક આવેલ જીણ માતાનું પ્રાચીન મંદિર ઘણા ભક્તો માટે દૂર હોવાને કારણે ત્યાં સુધી દરેક ને પહોંચવું શક્ય નથી બનતું. જીણ માતા અનેક રજવાડો
AMBAJI JIN MATA NI SHIBHAYATRA NIKLI


AMBAJI JIN MATA NI SHIBHAYATRA NIKLI


AMBAJI JIN MATA NI SHIBHAYATRA NIKLI


અંબાજી, 29 માર્ચ (હિ.સ.) અંબાજીમાં આજે શ્રદ્ધા અને ઉમંગ સાથે જીણ માતાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રાજસ્થાનના જયપુર નજીક આવેલ જીણ માતાનું પ્રાચીન મંદિર ઘણા ભક્તો માટે દૂર હોવાને કારણે ત્યાં સુધી દરેક ને પહોંચવું શક્ય નથી બનતું. જીણ માતા અનેક રજવાડો શ્રદ્ધાળુઓની કુળદેવી હોવાના કારણે અંબાજીમાં જ દર વર્ષે જીણ માતાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે, આજે સતત બીજા વર્ષે અંબાજીમાં જીણમાતાની વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.આ શોભાયાત્રામાં ભક્તોએ ભજન-કીર્તન સાથે ઉત્સાહભેર નાજ કાન સાથે ભાગ લીધો હતો, અને સમગ્ર વાતાવરણ ડીજે ના તાલે ભક્તિમય બન્યું હતું. અંબાજીના સ્થાનિક ગ્રામજનો તેમજ અગ્રવાલ, સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ રીતે અંબાજીમાં જીણ માતાનો આ ઉત્સવ ભક્તિ અને એકતાનું સુંદર પ્રતિક બની રહ્યો હોવાનું.સુરેશ અગ્રવાલ આયોજક જીણ માતા મોહોત્સવ, અંબાજીએ જણાવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande