કૃષ્ણ–રુક્મિણી વિવાહ: ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સહિત વિવિધ થીમ પર આકર્ષક રેતશિલ્પો
પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર બીચ ખાતે માધવપુર ઘેડ મેળા દરમ્યાન રેત શિલ્પકલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક રેતશિલ્પો મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કલાકારોએ પોતાની અનોખી હસ્તકલા દ્વારા કૃષ્ણ–રુક્મિણી વિવાહ, ‘એક ભારત શ્
કૃષ્ણ–રુક્મિણી વિવાહ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સહિત વિવિધ થીમ પર આકર્ષક રેતશિલ્પો.


કૃષ્ણ–રુક્મિણી વિવાહ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સહિત વિવિધ થીમ પર આકર્ષક રેતશિલ્પો.


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર બીચ ખાતે માધવપુર ઘેડ મેળા દરમ્યાન રેત શિલ્પકલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક રેતશિલ્પો મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કલાકારોએ પોતાની અનોખી હસ્તકલા દ્વારા કૃષ્ણ–રુક્મિણી વિવાહ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, વિકસિત ગુજરાત તેમજ ગુજરાત ટૂરિઝમના લોગો જેવા વિવિધ વિષયો પર સુંદર શિલ્પો રચ્યા છે.

આ રેત શિલ્પો માધવપુર બીચ પર આવતા સહેલાણીઓ માટે નજરાણું બની રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં આ શિલ્પો સાથે સેલ્ફી લેવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કલાકારોની સર્જનાત્મકતા અને કુશળતા દર્શાવતા આ રેતશિલ્પો મેળાના આકર્ષણમાં વધારો કરી રહ્યા છે અને મુલાકાતીઓમાં વિશેષ રસ જગાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande