ચૈત્ર માસ નિમિત્તે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સિકોતર માતાના મંદિરે રમેલનું ભવ્ય આયોજન
પાટણ, 30 માર્ચ (હિ.સ.)ચૈત્ર માસ નિમિત્તે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઘંટીવાસ ઠાકોરવાસ સ્થિત શ્રી સિકોતર માતાના મંદિરે રવિવારે રાત્રે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ચંદ્રુમાણીયા ઠાકોર પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ
ચૈત્ર માસ નિમિત્તે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સિકોતર માતાના મંદિરે રમેલનું ભવ્ય આયોજન


પાટણ, 30 માર્ચ (હિ.સ.)ચૈત્ર માસ નિમિત્તે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઘંટીવાસ ઠાકોરવાસ સ્થિત શ્રી સિકોતર માતાના મંદિરે રવિવારે રાત્રે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ચંદ્રુમાણીયા ઠાકોર પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ ગામ તેમજ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ વસતા પરિવારોનો સહયોગ રહ્યો હતો.

આ પ્રસંગે વિવિધ ગામોના દેવ-દેવી ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા તથા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. તેમણે સમાજને એક માળાના મણકા સમાન રહી એકજૂટ રહેવા અને નશાની લતથી દૂર રહેવા પ્રેરણા આપી હતી.

રાત્રિ દરમિયાન શક્તિ ઉપાસકોએ માતાજીની પરંપરાગત રીતે ડાકલાના તાલે આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ હાજરી આપી માતાજીના દર્શન કરી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande