હારીજ ભારત વિકાસ પરિષદની હારીજ શાખાનો 36મો વાર્ષિકોત્સવ હારીજ લોહાણા વાડી ખાતે યોજાયો
પાટણ, 30 માર્ચ (હિ.સ.) : હારીજ ભારત વિકાસ પરિષદની હારીજ શાખાનો 36મો વાર્ષિકોત્સવ હારીજ લોહાણા વાડી ખાતે ઉદ્યોગપતિ સતિષચંદ્ર પ્રભુરામભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વ. ફરસુરામ ડાહ્યાલાલ ઠક્કરને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ
હારીજ ભારત વિકાસ પરિષદની હારીજ શાખાનો 36મો વાર્ષિકોત્સવ હારીજ લોહાણા વાડી ખાતે યોજાયો


પાટણ, 30 માર્ચ (હિ.સ.) : હારીજ ભારત વિકાસ પરિષદની હારીજ શાખાનો 36મો વાર્ષિકોત્સવ હારીજ લોહાણા વાડી ખાતે ઉદ્યોગપતિ સતિષચંદ્ર પ્રભુરામભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વ. ફરસુરામ ડાહ્યાલાલ ઠક્કરને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી કરીને કરવામાં આવી હતી, જેમણે સંસ્થાને અંતિમયાત્રા રથ અને એમ્બ્યુલન્સ માટે રૂ. 55 લાખનું દાન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંસ્થા પરિવારના બાળકોએ સ્વાગત ગીત અને દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાન ધર્મેશભાઈ ઠક્કર અને દાતા નિલેશભાઈ ઠક્કરનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રમુખ પ્રફુલભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

અધ્યક્ષ સતિષચંદ્ર ઠક્કરે સંસ્થાના સેવાકીય કાર્યો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શાખાએ 224 ચક્ષુદાન, 8 દેહદાન અને મોતીયા ચકાસણી કેમ્પ જેવા અનેક સેવાકીય કાર્યોમાં નોંધપાત્ર કામગીરી કરી છે.

આ પ્રસંગે સમાજસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જલારામ મંદિર સેવા સમિતિના ભુપેન્દ્રભાઈ ઠક્કર તથા 108 સેવા આપનાર હિતેશભાઈ પુજારા અને તેમની ટીમનો સમાવેશ થાય છે. ઉપરાંત, બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનેલી ટીમ અને કેપ્ટન પવનભાઈ ચૌધરીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે વર્ષ દરમિયાનના હિસાબો રજૂ કરવામાં આવ્યા અને 2026-27 માટે નવી કારોબારીની જાહેરાત કરી તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાખાના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande