હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ
પાટણ, 30 માર્ચ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. કુલ 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ તબક્કામાં સ્ન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ


પાટણ, 30 માર્ચ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. કુલ 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ તબક્કામાં સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ની પરીક્ષાઓ 9 એપ્રિલ સુધી યોજાશે.

યુનિવર્સિટીએ પરીક્ષા પ્રક્રિયા માટે 6 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રોની ફાળવણી કરી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે. પારદર્શિતા જાળવવા માટે તમામ કેન્દ્રો પર QPDS અને ERP સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્રો ડિજિટલી મોકલવામાં આવે છે, જે પેપર લીક જેવી સમસ્યાઓને અટકાવવામાં મદદરૂપ છે.

સુરક્ષા અને દેખરેખ માટે જનરલ અને ફ્લાઈંગ સ્ક્વોડ સાથે પ્રથમ વખત મહિલા સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. મહિલા સ્ક્વોડની 2 ટીમો તમામ જિલ્લાઓમાં નિરીક્ષણ કરી રહી છે, જેથી પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande