

પાટણ, 30 માર્ચ (હિ.સ.) : પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિરની મુલાકાત લઈને સાંધ્ય આરતીમાં ભાગ લીધો હતો. પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવના મંદિરે તેમને ભાવભર્યું સ્વાગત આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજ આગેવાનો અને ભક્તોએ બુકે, શાલ અને પ્રસાદ અર્પણ કરીને બંને મહાનુભાવોને સન્માનિત કર્યા હતા.
પ્રો. કે.સી. પોરિયાએ સમાજમાં વધતી શિક્ષણ અને એકતાની ભાવનાની પ્રશંસા કરી, જ્યારે રાકેશભાઈ ઉનાગરે પાટણમાં તેમની ફરજ દરમિયાન મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ