ભાવનગર-સોમનાથ હાઈવે પર કાર પલટી, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
અમરેલી, 29 માર્ચ (હિ.સ.) : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફોરવ્હીલ કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સ
ભાવનગર-સોમનાથ હાઈવે પર કાર પલટી, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ


અમરેલી, 29 માર્ચ (હિ.સ.) : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ફોરવ્હીલ કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસારની ગંભીરતા છતાં સદનસીબે કાર ચાલકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. ડ્રાઈવર સુરક્ષિત હોવાની માહિતી મળતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. કારને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે.

ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ પલટી મારેલી કારને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ અકસ્માતથી ફરી એકવાર હાઈવે પર સાવચેતી રાખવાની જરૂરિયાત ઉજાગર થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande