સુત્રાપાડા: મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 29 માર્ચ (હિ.સ.) આજરોજ સુત્રાપાડા ખાતે આવેલ પવિત્ર ચવનઋષિ આશ્રમ ખાતે આદરણીય વડાપ્રધા નરેન્દ્ર મોદીજીના ''મન કી બાત'' કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું. ત્યારબાદ સંગઠનને મજબૂત કરવાના ઉમદા હેતુથી ''ટિફિન બેઠક'' નું સુંદર આયોજન કરવામા
સુત્રાપાડા: મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન


ગીર સોમનાથ 29 માર્ચ (હિ.સ.) આજરોજ સુત્રાપાડા ખાતે આવેલ પવિત્ર ચવનઋષિ આશ્રમ ખાતે આદરણીય વડાપ્રધા નરેન્દ્ર મોદીજીના 'મન કી બાત' કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું. ત્યારબાદ સંગઠનને મજબૂત કરવાના ઉમદા હેતુથી 'ટિફિન બેઠક' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

એકસાથે બેસીને ભોજન લેવાની આ પરંપરા ભારતીય જનતા પાર્ટીની 'પરિવાર ભાવના' અને અતૂટ સંગઠન શક્તિનું જીવંત પ્રતીક છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો: જશાભાઇ બારડ (પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય), ભરતભાઈ વાળા (મહામંત્રી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ), મનહરભાઈ બારડ,પ્રમુખ નગર સેવા સદન સુત્રાપાડા, સુરસિંહ મોરી (સુત્રાપાડા શહેર પ્રમુખ ), સિદ્ધરાજસિંહ રાઠોડ, હરેશભાઇ કમળિયા (સુત્રાપાડા શહેર મહામંત્રી ), સુત્રાપાડા શહેર ભાજપના આગેવાનો, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન નગરપાલિકાના સભ્યઓ હાજર રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande